બ્ર. કાંતાબેન (માસ્ટર)

posted Sep 26, 2020, 2:41 AM by Amish Mehta   [ updated Sep 26, 2020, 2:42 AM ]
શ્રીમદ ભગવંત બ્રહ્માનંદી ક્ષમા મંદિર

શ્રી સદગુરુ કહાન પ્રભુના આદેશથી જેમણે તત્કાળ બોધ પ્રાપ્ત કરી ગુરુના સર્વ વચનામૃતો જીવંત વીતરાગી બનાવ્યા છે, તે વીતરાગી શીતળ શુદ્ધાત્મ સેવી ધર્માત્મા જ 'હરિ' છે.

વીતરાગી પંચમ પૂજિત ભાવની પરિણતી, તેની નિર્મળ અંજલિ સહીત જ્ઞાયક સમ સ્વભાવનો પૂજન કરે તે વીતરાગી 'હરિ', પુણ્યાદિ ભાવોને હરીને, વીતરાગી મંદિર ધ્રુવ, અચળ, સિધ્ધિના સોપાને શીઘ્ર સિધાવે છે.

વીતરાગી શ્રુત શ્રવણના અવસરે સ્વકાળેજ વીતરાગી આનંદને પ્રાપ્ત તેવા અધિગમ સમકિતી આત્માને નમસ્કાર. શ્રી સંતોની તેમને જ કૃપા મળી છે.