આત્મ-વિચાર


અહીં બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનનાં આત્મ-વિચાર પ્રગટ કરવામાં આવેલ છે.


શ્રાવક્ધર્મપ્રકાશમાંથી

posted Nov 5, 2009, 9:17 AM by Amish Mehta   [ updated Nov 5, 2009, 9:29 AM ]

ધર્મી જીવને ઘરની શોભા કરતા જિનમંદિરની શોભાનો વધુ ઉત્સાહ હોય; સર્વ પ્રકારે સંસારનો પ્રેમ ઓછો કરીને ધર્મનો પ્રેમ તે વધારે છે. માત્ર અમુક કૂળમાં જન્મ લેવાથી શ્રાવક્પણું નથી થતું, પણ સર્વજ્ઞની ઓળખાણપૂર્વક શ્રાવક્ધર્મનું આચરણ કરવાથી શ્રાવક્ધર્મપણું થાય છે. જ્યાં ધર્મના ઉત્સવઅર્થે રોજ દાન થાય છે, જ્યાં મુની વગેરે  ધર્માત્માનો આદર થાય છે તે ગૃહસ્થાશ્રમ શોભે છે, એના વગરનું શ્રાવક્પણું શોભતું નથી.

શ્રાવક્ધર્મપ્રકાશમાંથી

posted Nov 5, 2009, 9:14 AM by Amish Mehta   [ updated Nov 5, 2009, 9:29 AM ]

શ્રાવકને સિધ્ધભગવાન જેવા આત્મિકઆનંદનો અંશ હોય છે. તે ઉત્તમ સ્વર્ગમાં જાય છે પરંતુ ત્યાંના  વૈભવમાં મૂર્છાતા નથી, ત્યાં પણ આરાધક્ભાવ ચાલુ રાખે છે, ને પછી મનુષ્ય થઈ વૈરાગ્ય પામી મુની થઈ આત્મસાધના પૂરી કરી કેવલજ્ઞાન પ્રગટાવી સિધ્ધાલયમાં પધારે છે - આવું શ્રવાક્ધાર્મનું ફળ છે.

ચિંતન

posted Nov 4, 2009, 3:40 AM by Amish Mehta   [ updated Nov 4, 2009, 3:52 AM ]

જૈન સમાજમાં સર્વત્ર વિતરાગતાનું આનંદમય વાતાવરણ પ્રસરે અને આપણા સર્વમાન્ય તીર્થંકર ભગવંતોની વિશાળ છત્રછાયામાં આપણે સૌ પરસ્પર વાત્સલ્યપૂર્વક આત્મહિતના માર્ગમાં આગેકદમ કરીને જૈનશાસનને એટલે કે આપણા જીવનને શોભાવીએ.

1-3 of 3