"સમાધિ મરણ નાની સુની વાત નથી. હરિભાઈએ છેલ્લે સમાધિ મરણ લીધું. આટલી સમાધિ મરણનું કારણ એક જ હતું. આખા જીવનની અંદર જ્ઞાનની ઉપાસના એટલી સતત કરી તેના વડે સ્વાનુભુતી થઇ - આત્મનુભૂતિ થઇ જેને કારણે એમને ભેદ જ્ઞાન થયું. આત્મા અને શરીર વચ્ચેનો વિયોગ જાગૃત થઇ ગયો. એના પરિણામે છેલ્લે સમાધિ મરણ સામે આવીને ઉભું રહ્યું અને સમાધિ પૂર્વક નિકળી ગયા." "હરિભાઈએ ઘણું લખ્યું છે, ઘણું વાચ્યું છે. તેમના મૃત્યુ પરથી બોધ પાઠ લેવાનો છે કે આખી ઝીંદગીનો છેલ્લો સરવાળો કેટલો સારો આવ્યો." |