શ્રાવક્ધર્મપ્રકાશમાંથી

posted Nov 5, 2009, 9:17 AM by Amish Mehta   [ updated Nov 5, 2009, 9:29 AM ]
ધર્મી જીવને ઘરની શોભા કરતા જિનમંદિરની શોભાનો વધુ ઉત્સાહ હોય; સર્વ પ્રકારે સંસારનો પ્રેમ ઓછો કરીને ધર્મનો પ્રેમ તે વધારે છે. માત્ર અમુક કૂળમાં જન્મ લેવાથી શ્રાવક્પણું નથી થતું, પણ સર્વજ્ઞની ઓળખાણપૂર્વક શ્રાવક્ધર્મનું આચરણ કરવાથી શ્રાવક્ધર્મપણું થાય છે. જ્યાં ધર્મના ઉત્સવઅર્થે રોજ દાન થાય છે, જ્યાં મુની વગેરે  ધર્માત્માનો આદર થાય છે તે ગૃહસ્થાશ્રમ શોભે છે, એના વગરનું શ્રાવક્પણું શોભતું નથી.